વાંચો તમારું 13 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 13 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને અનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.

વૃષભ : નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું.

મિથુન : આપના કાર્યની સાથે જાહેર-સંસ્થાકીય કામમાં દોડધામ વ્યસ્તતા અનુભવાય. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કર્ક : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.

સિંહ : પુત્ર પૌત્રાદિકના સહકારથી આપના કાર્યનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. હર્ષ લાભ અનુભવો.

કન્યા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી.

તુલા : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આનંદ રહે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. કુટુંબ પરિવારના સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકે. આનંદ-જણાય.

ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થઇ શકે. રાજકીય સરકારી કામકાજ થઇ શકે. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

મકર : આપે કોર્ટ કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. વાદ-વિવાદથી દૂર રહેવું.

કુંભ : આપના કામમાં સંતાનના સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ આવતો જાય. આપના કામની કદર- પ્રશંસાથી આનંદ રહે.

મીન : ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ નોકર ચાકરવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ શ્રમમાં વધારો થાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News