Get The App

વાંચો તમારું 13 March 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Mar 13th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 13 March 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આનંદ રહે.

વૃષભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

મિથુન : આપના કામમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન મુલાકાતથી આનંદ ઉત્સાહ રહે.

કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. આનંદ રહે.

સિંહ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ચર્ચા વિચારણા કરી લેવી.

કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. રાજકીય સરકારી કામમાં રૂકાવટ મુશ્કેલી અનુભવાય.

તુલા : ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. સંતાનનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ઘર પરિવાર સાગ સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં દોડધામ રહે.

ધન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય શુભકાર્ય થાય. મિલન મુલાકાત થઇ શકે.

મકર : આપે તન મન ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સાચવવું પડે.

કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. નુકસાનીથી સંભાળવું.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :