વાંચો તમારું 13 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
વૃષભ : આપને કામમાં પ્રતિકૂળતા રહે. નોકરી-ધંધો જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
સિંહ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
કન્યા : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો થાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
ધન : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામ, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. આનંદ રહે.
મકર : આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. સામાજિક-પારિવારીક કામમાં ચિંતા રહે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લઈ શકાય. મિલન-મુલાકાત થાય.
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
- અગ્નિદત્ત પદમનાભ