વાંચો તમારું 13 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે. જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં સાનુકુળતા જણાય.
વૃષભ : બપોર સુધી કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. ત્યારબાદ ધીમે ધીમે આપને રાહત-શાંતિ થતાં જાય.
મિથુન : દિવસનો પ્રારંભ સારો રહે. કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવતો જાય. બપોર પછી આપને પ્રતિકૂળતા અનુભવાય.
કર્ક : ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.
સિંહ : આયાત-નિકાસના કામમાં, દેશ પરદેશના કામમાં આપને પ્રગતિ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ જણાય.
કન્યા : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાનો કંટાળો આવે. જેમ દિવસ પસાર થતો જાય તેમ સારું થતું જાય.
તુલા : દિવસની શરૂઆત સારી રહે. મહત્ત્વના કામ થઇ શકે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય. બપોર પછી સંભાળવું પડે.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ રહે. બપોર પછી આપને રાહત થતી જાય.
ધન : વાણીની મીઠાશ રાખી કામકાજ કરી લેવું. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ દોડધામ જણાય. પરદેશના કામ થઇ શકે.
મકર : દિવસના પ્રારંભે આપે ધીરજ અને શાંતિ રાખવા. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં. બપોર પછી આપને શાંતિ થાય.
કુંભ : અડોશ-પડોશના કામકાજ અંગે, સગા-સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી કામમાં આપે સાવધાની રાખવી પડે.
મીન : સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ