Get The App

વાંચો તમારું 13 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 13 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. પરંતુ મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃષભ : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં વિલંબ જણાય.

મિથુન : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય.

કર્ક : આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર પોતાના કાર્યમાં ધ્યાન આપવું. જમીન-મકાન-વાહનના કામમાં તકલીફ રહે.

સિંહ : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ સાથે વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.

કન્યા : સામાજિક વ્યવહારિક કામકાજમાં આપે કોઇના દોરવાયા દોરવાઈ જવું નહિ. નાણાંકીય કામમાં સાવધાની રાખવી પડે.

તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. વિચારોની અસમંજસતા, દ્વિધાના લીધે કામકાજમાં વિલંબ રહે. ઉચાટ ઉદ્વેગ અનુભવો.

વૃશ્ચિક : આપે નાણાંકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી. સાસરીપક્ષે મોસાળપક્ષે ચિંતાનું આવરણ આવી જાય.

ધન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઉચાટનું વાતાવરણ રહે.

મકર : જમીન મકાન વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નોકરી ધંધામાં મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન રાખવું.

કુંભ : દેશ પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં પ્રતિકૂળતા જણાય. મિલન મુલાકાત મુલતવી રાખવા ચિંતા રહે.

મીન : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આંખોમાં દર્દ પીડા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :