વાંચો તમારું 12 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 12 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : નોકરી- ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે.

વૃષભ : આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક- વ્યવહારિક કામમાં આપે સાવધાની રાખવી.

મિથુન : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય સરકારી કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય થઈ શકે.

કર્ક : આપના કાર્યમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

સિંહ : આપની બુદ્ધિ- અનુભવ- આવડત- મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કન્યા : આપ હરો- ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં, તબિયતની અસ્વસ્થતા જણાય

તુલા : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને ધંધામાં આકસ્મિક ઘરાકી આવવાથી લાભ થાય.

ધન : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય

મકર : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.

કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આનંદ રહે. ધીમે- ધીમે કામનો ઉકેલ આવતા દોડધામ- શ્રમમાં ઘટાડો જણાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામનો ઉકેલ આવે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News