વાંચો તમારું 12 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. જૂના મિત્ર કે સ્વજન-સ્નેહીથી આકસ્મિક મુલાકાતથી હર્ષ-લાભ રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. આવક જણાય.
મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા રહે. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી. વાદ-વિવાદ-ગેરસમજથી સંભારવું.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
કન્યા : આપના કામની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ- મિત્ર વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામ ઉકેલાતાં રાહત રહે.
તુલા : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આનંદ જણાય.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. હર્ષ-લાભ રહે.
મકર : સીઝનલ ધંધામાં આપે હરિફવર્ગ-ઈર્ષ્યા- કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયત્ન થાય.
કુંભ : આપના રૂકાવટ-વિલંબમમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.
મીન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
- અગ્નિદત્ત પદમનાભ