વાંચો તમારું 12 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. ઘર- પરિવારની ચિંતા રહ્યા કરે.
વૃષભ : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર- ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
મિથુન : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આવક જણાય.
કર્ક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય, નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કન્યા : આપના કામની કદર- પ્રશંસા થવાથી આનંદ જણાય, આપના કામમાં પુત્ર- પૌત્રાદિકનો સહકાર મળી રહે.
તુલા : આપના કામની સાથે સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આનંદ અનુભવાય.
વૃશ્ચિક : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય, શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવાય.
ધન : દિવસના પ્રારંભથી જ આપને તબિયતની અસ્વસ્થતા જણાય. સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મકર : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય થઈ શકે.
કુંભ : દિવસ દરમ્યાન આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ- શ્રમ રહે, આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય.
મીન : વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય.
- અગ્નિદત્ત પદમનાભ