વાંચો તમારું 11 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 11 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની અનિચ્છા છતાં કામ કરવું પડે.

વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. ખર્ચ રહે.

મિથુન: આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકનું ધ્યાન રાખવું.

કર્ક : વાણીની મીઠાશ રાખીને શાંતિથી આપનું કામ કરી લેવું. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

સિંહ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ રહે.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા- દોડધામ રહે. બેંકના, વીમાકંપનીના, શેરોના કામ થાય.

વૃશ્રિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ-ઉત્સાહ રહે. રાજકીય- સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે.

ધન : કોર્ટે-કચેરીના કામમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. વાદ-વિવાદ -ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. નાણાકીય રીતે ધ્યાન રાખવું.

મકર : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને દોડધામ-શ્રમ- ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : નોકરી-ધંધાના કામની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધી વર્ગના કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા- શ્રમ રહે. થાક અનુભવાય.

મીન: નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News