Get The App

વાંચો તમારું 11 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 11 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં નાણાંકીય નુકસાનીથી સંભાળવું.

વૃષભ : આપના વિલંબમાં રૂકાવટમાં પહેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ ઉદ્વેગ રહે.

કર્ક : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગ મદદરૂપ થાય.

સિંહ : આપને બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

કન્યા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.

તુલા : રાજકીય સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં આપને રૂકાવટ મુશ્કેલી અનુભવાય.

વૃશ્ચિક : દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. સંતાનનો સાથ સહકાર મળી રહે.

ધન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામકાજ થઇ શકે.

મકર : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. આપના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ધીરે ચલાવવું.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સરળતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :