વાંચો તમારું 10 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 10 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામમાં અન્યનો સાથ મળી રહે.

મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કર્ક : આપની બુદ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ-ખરીદી જણાય.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.

તુલા : આપના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. આપના કામનો ઉકેલ આવતો જાય.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ-ઉત્સાહ રહે.

ધન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સીઝનલ વાયરલ, બીમારીથી સંભાળવું પડે.

મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન- વાહનના કામ થાય.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News