Get The App

વાંચો તમારું 10 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
વાંચો તમારું 10 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

વૃષભ : આપના કામમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.

મિથુન : આપે ધીરજ અને શાંતિ રાખીને પોતનું કામકાજ કરી લેવું. કામમાં પ્રતિકૂળતા રહેવાને લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.

કર્ક : આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવવાથી રાહત થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો થાય.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામકાજ થઇ શકે. કામનો ઉકેલ આવે.

કન્યા : આપના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ સહકાર રહે.

તુલા : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : આપના કામકાજમાં પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. સંસ્થાકીય કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

ધન : આપના કામકાજને પૂર્ણ કરવા માટે વ્યસ્તતા રહે. હરિફ વર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કુંભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં રૂકાવટ રહે.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News