વાંચો તમારું 10 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : પુત્ર - પૌત્રાદિકના પ્રશ્ને આપને ચિંતા જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
વૃષભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી.
મિથુન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. નોકરી ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય શુભકાર્યમાં ખર્ચ ખરીદી જણાય.
સિંહ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. અગત્યના નિર્ણય લેતાં પહેલાં વિચાર વિમર્શ કરી લેવા.
કન્યા : દિવસ દરમ્યાન આપે વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. તબીયતની અસ્વસ્થતા જણાય. ખર્ચ થાય.
તુલા : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગ કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય.
ધન : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ રહે.
મકર : દિવસ દરમ્યાન બેચેની વ્યગ્રતા અનુભવાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉત્સાહ રહે. ખર્ચ ખરીદી જણાય.
કુંભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય થઇ શકે.
મીન : મોસાળપક્ષ સાસરીપક્ષના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ