વાંચો તમારું 09 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 09 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય.

વૃષભ : ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.

મિથુન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહેતાં આનંદ થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ આવતાં રાહત રહે.

સિંહ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના નિર્ણય લેવામાં સરળતા જણાય.

કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

તુલા : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતા રાહત રહે. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.

વૃશ્ચિક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપ કામમાં વ્યસ્ત થતાં જાવ. જમીન-મકાન-વાહનના કામકાજ થવાથી રાહત રહે.

ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમા સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવો.

મકર : આપે સામાજિક-વ્યવહારિક કામમાં, કૌટુંબિક-પારિવારિક કામમાં સંભાળવું પડે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી આનંદ થાય.

મીન : આપના કામને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગ મુશ્કેલીમાં મુકે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News