વાંચો તમારું 09 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર રહે.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. કૌટુંબિક-પારિવારીક કામકાજના લીધે દોડધામ જણાય.
મિથુન : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આનંદ જણાય.
કર્ક : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી સંભાળવું પડે.
સિંહ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતાં રાહત જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય.
તુલા : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. આપના કાર્યમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકર મળી રહે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
ધન : આપના કામની સાથે બીજા કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સહકાર રહે. પરદેશના કામ થાય.
મકર : સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. વધુ પડતો માલનો ભરાવો કરી રાખવો નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કુંભ : વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. પરંતુ ખર્ચ જણાય.
મીન : આપના કામમાં પ્રતિકૂળતા રહ્યા કરે, જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષની ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ