mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 08 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 8th, 2024

વાંચો તમારું 08 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. આવક થાય.

વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.

મિથુન : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ ન કરવી.

કર્ક : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડનો અનુભવ થાય.

સિંહ : પુત્ર-પૌત્રાદિકના સાથ- સહકારથી આપના કામકાજમાં સરળતા જણાય. મહત્વના નિર્ણય લેવામાં સાનુકુળતા રહે.

કન્યા : આપના કામકાજમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. કાર્યપૂર્તિ માટે દોડધામ- શ્રમ રહે. પરંતુ કામનો ઉકેલ આવે.

તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર રહે.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

ધન : આપના અગત્યના કામકાજમાં સાનુકૂળતા રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામ થાય.

મકર : આપના કાર્યમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા રહેતા આપના દોડધામ- શ્રમમાં ઘટાડો જણાય. કામનો ઉકેલ આવે.

મીન : આપે જમીન-મકાન- વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જઈને કોઈ કામ કરવું નહીં.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat