વાંચો તમારું 08 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : ધીમે-ધીમે આપના કામમાં સાનુકૂળતા થતી જાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આનંદ રહે.
વૃષભ : આપે બેંકના, વીમા, કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું.
મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. આપના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પિતૃપક્ષે કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. મિત્રવર્ગનો સાથ રહે.
સિંહ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. દેશ-પરદેશના કામ, આયાત-નિકાસ કામ થઈ શકે. મિલન-મુલાકાત થાય.
કન્યા : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ રહે.
ધન : આપના રૂકાવટ-વિલંબમમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
કુંભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
મીન : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
- અગ્નિદત્ત પદમનાભ