વાંચો તમારું 08 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્યથી આનંદ રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક કામ રહે.
મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહે. નિર્ણય ન લેવા.
કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. નાંણાકીય જવાબદારીના કામમાં સાવધાની રાખવી પડે.
સિંહ : આપના કામમાં ધીમે ધીમે સરળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
કન્યા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ અનુભવાય.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.
વૃશ્ચિક : આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં.
ધન : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
મકર : આપના કામમાં હરિફ વર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. ઉચાટ-ઉદ્વેગ દુર થતા જાય.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.
- અગ્નિદત્ત પદમનાભ