mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 07 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 7th, 2024

વાંચો તમારું 07 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

વૃષભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા અનુભળાય. ઉદ્વેગ રહે.

કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ચિંતા-ઉચાટ રહે. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.

તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

વૃશ્ચિક : દિવસ પસાર થતો જાય તેમ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.

મકર : આપના કાર્યની સાથે બીજુ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat