વાંચો તમારું 07 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઘટે.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ શ્રમ જણાય.
કર્ક : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.
કન્યા : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.
તુલા : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. ધીરજ અને શાંતિ રાખવા.
વૃશ્ચિક : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા મળી રહે.
ધન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.
મકર : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં સાનુકુળતા રહે.
મીન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. વિચારોની દ્વિધા અસમંજસતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ