Get The App

વાંચો તમારું 06 March 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Mar 6th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 06 March 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવે.

વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણે જ કામકાજ થવાથી આનંદ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

મિથુન : આપે કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય, સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય.

કર્ક : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો જણાય.

સિંહ : આપના કામની સાથે સગા-સંબંધીવર્ગ - ઘર-પરિવાર- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. દોડધામ-શ્રમ અનુભવાય.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાતથી કામ ઉકેલાય.

તુલા : દિવસના પ્રારંભથી જ આપને આરોગ્યની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : આપના કામમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે.

મકર : પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. 

કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :