વાંચો તમારું 06 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
વૃષભ : દેશ પરદેશના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ સહકાર મળી રહે. આનંદ રહે.
મિથુન : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ ખર્ચ જણાય. આનંદ રહે. પંરતુ વાહન ચલાવવામાં આપે ઉતાવળ કરવી નહીં.
કર્ક : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.
સિંહ : સીઝનલ ધંધામાં નાણાંકીય બાબતોમાં આપે સાવધ રહેવું પડે. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકુળતા થતી જાય. મિલન-મુલાકાત થવાથી આનંદ અનુભવો.
તુલા : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં હર્ષ લાભ રહે.
વૃશ્ચિક : ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. જૂના સ્વજન સ્નેહિ, મિત્રવર્ગની મુલાકાતથી આનંદ રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની અસ્વસ્થતા જણાય.
મકર : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને અન્યનો સહકાર મળી રહે.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય. ખર્ચ ખરીદી જણાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
- અગ્નિદત્ત પદમનાભ