વાંચો તમારું 05 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 05 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : સીઝનલ ધંધામાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગથી મુશ્કેલી જણાય, વધુ પડતો માલનો ભરાવો કરવો નહીં, આકસ્મિક ખર્ચ ખરીદી રહે.

વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે આપને સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.

મિથુન : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.

કર્ક : આપના યશ-પદ- ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.

સિંહ : આપને કામમાં સાનુકૂળતા જણાય, સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ- ફાયદો મળી રહે, સામાજિક કામ રહે.

કન્યા : માનસિક- પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. વિચારોની દ્વિધા- અસમંજસતા અનુભવાય.

તુલા : રાજકીય- સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપને રૂકાવટ મુશ્કેલી જણાય, નાણાંકીય લેવડદેવડમાં સાવધાની રાખવી.

વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત જણાય, સંતાનથી હર્ષ- લાભ રહે.

ધન : જેમ- જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની વ્યસ્તતામાં વધારો થતો જાય. જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.

મકર : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ- નોકર- ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. નોકરી- ધંધાના કામકાજ અંગે  બહારગામ જવાનું થાય.

કુંભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી- બેચેનીનો અનુભવ થાય. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને આપને ચિંતા- ઉચાટ- ખર્ચ જણાય.

મીન : આપના અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થઈ શકે. આપના કામમાં અન્યનો સાથ- સહકાર મળી રહે. કામનો ઉકેલ આવે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News