વાંચો તમારું 05 March 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, શેરોના કામમાં, વીમા કંપનીના કામમાં સરળતા રહે. ધંધામાં આવક જણાય.
વૃષભ : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. મહત્વના નિર્ણય લેવામાં ધ્યાન રાખવું.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય. હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ આપની પરેશાનીમાં વધારો કરે.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન- વાહનના કામ થઈ શકે.
કન્યા : આપના ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. કામકાજમાં સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે.
તુલા : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ કામ કરવું પડે. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
વૃશ્ચિક : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય- સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
ધન : આપની બુધ્ધિ- અનુભવ- આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
મકર : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લઈ શકાય.
કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ખર્ચ જણાય.
મીન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.
- અગ્નિદત્ત પદમનાભ