mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 05 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 5th, 2024

વાંચો તમારું 05 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. જો કે આપના કાર્યની સાથે કૌટુંબીક- પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.

વૃષભ : આપના કાર્યમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે.

મિથુન : રાજકીય- સરકારી કામકાજ, ખાતાકીય કામકાજ અંગે દોડધામ ખર્ચ જણાય. કામમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.

કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.

સિંહ : આપના રોજિંદા કામકાજની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન- વાહનના કામમાં સાનુકુળતા રહે.

કન્યા : દિવસના પ્રારંભથી જોમ-જુસ્સો અનુભવો. આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે. આનંદ રહે.

તુલા : નાણાંકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

વૃશ્ચિક : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.

ધન : આપના કાર્યની પૂર્તિ માટે દોડધામ-શ્રમ જણાય. રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં વ્યસ્ત રહો. ખર્ચ જણાય.

મકર : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા - પરેશાનીમાં ઘટાડો જણાય. વાણીની મીઠાશથી કામમાં સાનુકુળતા જણાય.

કુંભ : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનની લે-વેચમાં કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઉદ્વેગ અનુભવાય.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat