વાંચો તમારું 04 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 04 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય. ખર્ચ જણાય.

વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના ઉચાટ-ઉદ્વેગ દૂર થતાં જાય. રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો.

મિથુન : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરી લેવું. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય.

કર્ક : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.

સિંહ : આપના કામમાં સાનુકુળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. કામનો ઉકેલ આવતા રાહત થતી જાય.

કન્યા : જેમ દિવસ પસાર થાય તેમ આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને આનંદ રહે.

તુલા : બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : દિવસ પસાર થતો જાય તેમ આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. ધર્મકાર્ય થઇ શકે.

ધન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા મળી રહે.

મકર : દિવસના પ્રારંભે સુસ્તી-બેચેની જણાય. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ કામમાં સાનુકુળતા થતી જાય. પરદેશના કામ થાય.

કુંભ : જેમ જેમ દિવસ પસાર થાય આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. સામાજિક વ્યવહારિક કામમાં સાવધાની રાખવી.

મીન : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. આપના અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News