વાંચો તમારું 04 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 04 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા જણાય.

મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક-સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-ખર્ચ અનુભવાય.

કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

સિંહ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. મોસાળ પક્ષે - સાસરી પક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ અવી જાય.

કન્યા : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકીથી આવક જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

તુલા : ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. ધીરે ધીરે કામનો ઉકેલ આવતા રાહત રહે.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. ધર્મકાર્ય થવાથી આનંદ જણાય.

ધન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

મકર : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કુંભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. સીઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ જણાય.

મીન : વાણીની મીઠાશથી આપને કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News