વાંચો તમારું 03 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 03 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્યથી આનંદ રહે.

વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.

મિથુન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. આપના કામમાં સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર રહે.

કર્ક : આપના કામમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. અગત્યના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

કન્યા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીે. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.

તુલા : આપના કાર્યમાં આકસ્મિક સરળતા જણાતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીરજથી પોતાનું કામ કરવું. કામનો ઉકેલ આવતા રાહત થાય.

ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં.

મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય. વાહન ધીરે ચલાવવું.

કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવામાં ચર્ચા-વિચારણા કરી લેવી.

મીન : રાજકીય-સરકારી કામકાજ, કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ અનુભવાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News