વાંચો તમારું 03 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ ધીર-ધીરે કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
વૃષભ : દિવસ પસાર થતો જાય તેમ કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. જમીન-મકાન-વાહનના કામ ઉકેલાય.
મિથુન : ધીર-ધીરે આપના ઉચાટ-ઉદ્વેગ દૂર થતાં જાય. કામમાં આવેલી રૂકાવટ-મુશ્કેલીનો ઉકેલ લાવી શકો. કામનો ઉકેલ આવતો જાય.
કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને વાદ-વિવાદથી સંભાળવું.
સિંહ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામમાં, રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
કન્યા : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધે જાય તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ધીરજ રાખવી.
ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ નો સાથ-સહકાર મળી રહે. ધંધામાં નવો ઓર્ડર મળી રહે.
મકર : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કુંભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી કામમાં આવેલી રૂકાવટ દૂર થાય.
મીન : દિવસ પસાર થતો જાય તેમ આપને ઉચાટ-ઉદ્વેગ, વ્યગ્રતા-બેચેની અનુભવાય. કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે.
- અગ્નિદત્ત પદમનાભ