વાંચો તમારું 04 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. રાજકીય સરકારી કામમાં સાનુકુળતા મળી રહે. મિલન-મુલાકાત થાય.
વૃષભ : આપના કામમાં રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. બેંકના વીમા કંપનીના કામમાં શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે.
મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકે. સીઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકુળતા મળી રહે.
સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. આનંદ અનુભવાય.
વૃશ્ચિક : આપના કામમાં હરીફ વર્ગ - ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ ખરીદીને લીધે નાણાભીડ અનુભવાય.
ધન : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે. હર્ષ લાભ રહે.
મકર : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી પડે.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મીન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ રહે.બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સાનુકુળતા મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ