Get The App

વાંચો તમારું 02 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
વાંચો તમારું 02 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : કામકાજમાં પ્રતિકૂળતા રહે. નવા કોઈ કામ શરૂ કરવા નહીં. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી. 

વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સંતાનની ચિંતા અનુભવાય.

મિથુન : આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધીરે ધીરે કામમાં રાહત થતી જાય.

કર્ક : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં રૂકાવટ જણાય.

સિંહ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાવધાની રાખવી.

કન્યા : આપના કામમાં ઉતાવળ કરવી નહીં. મહત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા. વિચારોની દ્વિધા અનુભવાય.

તુલા : આપના કામમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં આપે માસનો ભરાવો કરવો નહીં.

વૃશ્ચિક : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સંતાનના પ્રશ્ને આપના ચિંતા-ઉચાટમાં વધારો થાય.

ધન : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં આપને રૂકાવટ-વિલંબ જણાય.

મકર : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. નવા કોઈ કાર્યની શરૂઆત કરવી નહીં. દેશ-પરદેશના કામમાં મુશ્કેલી રહે.

કુંભ : સામાજિક-વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.

મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. અગત્યના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News