વાંચો તમારું 03 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
વૃષભ: દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. કામ ન કરવાની ઈચ્છા હોવા છતાં આપે કામમાં વ્યસ્ત રહેવું પડે.
મિથુન : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો. જાહેરક્ષેત્રના કામ અંગે, સંસ્થાકીય કામકાજ અંગે વ્યસ્ત રહો.
કર્ક : આપને પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીમે ધીમે કામમાં સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગની કાળજી રાખવી.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેની કામગીરી થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધીમે ધીમે કામનો ઉકેલ આવતો જાય.
ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા રહે. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.
મકર : બેન્કના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
મીન : આપના કામકાજમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ