વાંચો તમારું 01 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામમાં ધ્યાન રાખવું.
વૃષભ : જેમ દિવસ પસાર થાય તેમ આપના બેચેની અસ્વસ્થતા દૂર થતાં જાય. પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
સિંહ : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. કામકાજ અંગેની વ્યસ્તતા દોડધામ શ્રમ જણાય, ખર્ચ રહે.
કન્યા : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.
તુલા : ઘર પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. જમીન મકાન વાહનના કામમાં પ્રતિકૂળતા જણાય. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું થાય.
ધન : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ રહે.
મકર : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
કુંભ : રાજકીય સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. મોસાળપક્ષ સાસરીપક્ષની ચિંતા રહે.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઉકેલ ઝડપથી લાવી શકો. દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.
- અગ્નિદત્ત પદમનાભ