વાંચો તમારું 01 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય .
મેષ : આપના કામનો ઉકેલ આવતો જવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. વાણીની મીઠાશથી સરળતા રહે. પરદેશના કામ થાય.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે. દોડધામ-શ્રમ જણાય.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય, ધંધામાં આવક જણાય.
કર્ક : આપે બેંકના, વીમા કંપનીના કામમાં સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
સિંહ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.
કન્યા : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
તુલા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
ધન : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બેંકના, વીમા કંપનીના કામ થઈ શકે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ રહે. આપના કામમાં અન્યનો સાથ મળી રહે. મહત્વની મિલન મુલાકાત થાય.
મીન : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે.
- અગ્નિદત્ત પદમનાભ