Get The App

વાર્ષિક રાશિફળ : તમામ 12 રાશિઓ માટે નોકરી-ધંધા, લગ્ન, ધનલાભ, સામાજિક અને શારીરિક રીતે કેવું રહેશે વર્ષ? જાણો ભવિષ્યફળ

વિક્રમ સંવત 2080નું વર્ષ તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે?

નોકરી-ધંધા, લગ્ન, ધનલાભ, સામાજિક અને શારીરિક રીતે કેવું રહેશે વર્ષ?

Updated: Nov 16th, 2023

GS TEAM


Google News
Google News
વાર્ષિક રાશિફળ : તમામ 12 રાશિઓ માટે નોકરી-ધંધા, લગ્ન, ધનલાભ, સામાજિક અને શારીરિક રીતે કેવું રહેશે વર્ષ? જાણો ભવિષ્યફળ 1 - image

વાર્ષિક રાશિફળ 2023-24 : વિક્રમ સંવત 2080નું વર્ષ તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે? નોકરી-ધંધા, લગ્ન, ધનલાભ, સામાજિક અને શારીરિક રીતે કેવું રહેશે વર્ષ? આ વર્ષે કોના ભાગ્ય ખુલશે અને કોની મુશ્કેલીઓ વધશે? ત્યારે તમારું ભવિષ્યફળ જાણવા માટે તમે તમારી રાશિ પર ક્લિક કરીને જાણી શકશો.

મેષ (અ.લ.ઇ.) : સમજી વિચારીને પૂર્વ આયોજન કરીને જ નાણાંનો ખર્ચ કરવો...

પરમકૃપાળુ મા નવદુર્ગા અને યજ્ઞાનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વિક્રમસંવત 2080 કારતક સુદ એકમ તા. 14-11-2023 મંગળવારથી શરૂ થઈ છે. જૈનવીર સંવત 2550નો પ્રારંભ થાય છે. નવા વર્ષના ગ્રહયોગ અનુસાર રાશિ ફલાદેશ વિગતવાર જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહે... મેષ રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.



વિક્રમ સંવત 2080નું વર્ષ ગત વર્ષની સરખામણીએ આપના માટે થોડું સારું રહેશે. રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ પુરું થઈ ગયું હોવાથી તેના બંધનમાંથી આપનો છૂટકારો થાય. પરંતુ વર્ષની મધ્ય સુધી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે. જેના લીધે આપને તકલીફ રહે. ત્યાર પછીનો સમય આપના માટે સાનુકૂળ થતો જાય અને આપને રાહત થતી જાય... વૃષભ રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

સંવત 2080નો પ્રારંભ આપના માટે સાનુકુળ રહે. આપના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. આપને કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતા મળી રહે. દેશ-પરદેશના કામ ઉકેલાતા જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીનો અંત આવે. પરંતુ તા. 1-5-2024થી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળુ રહેશે. માનસિક પરિતાપ ઉચાટ-ઉદ્વેગ અનુભવાય... મિથુન રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

કર્ક (ડ.હ.) : વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થાય, વર્ષાન્તે સાનુકૂળતા રહે...

વિક્રમ સંવત 2080ના નવા વર્ષનો પ્રારંભ આપના માટે મધ્યમ રહે. આપના કામમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે. આપના કામની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવારનું કામકાજ રહે. પરંતુ જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપને સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહેતાં રાહત થતી જાય. પરંતુ પરદેશના કામમાં આપે ધ્યાન રાખવું પડે... કર્ક રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

સિંહ (મ.ટ.) : વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ આપને મધ્યમ ફળ આપે...

વિક્રમ સંવત 2080માં ગુરૂની સાનુકૂળતા જણાય. આપના કામમાં સાનુકૂળતા રહે. નવા કામમાં આપને સરળતા જણાય. યાત્રા- પ્રવાસ- મિલન- મુલાકાતથી આનંદ ઉત્સાહ રહે પરંતુ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ છે તેથી આપને કોઈને કોઈ તકલીફનો અનુભવ થયા કરે. વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ પણ આપને મધ્યમ ફળ આપે... સિંહ રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

તુલા (ર.ત.) : આપને દરેક કામમાં પ્રતિકૂળતા જણાય, આપના કામ અટકતાં જાય...

વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ આપના માટે સાનુકૂળતા આપનારો રહે. આપની ગણત્રી ધારણા પ્રમાણેના કામ કરી શકો. આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. પરંતુ ચૌત્ર વદ - આઠમથી ગુરૂ ગ્રહનું પ્રતિકૂળ પરિભ્રમણ શરૂ થઈ રહ્યું છે જે આપને મુશ્કેલીનો અનુભવ કરાવે. વર્ષના ઉત્તરાર્ધમાં આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસો પસાર કરી લેવા... તુલા રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

કન્યા (પ.ઠ.ણ.) : આપના કામ ઉકેલાતા જાય, તેમ છતાં આપને માનસિક પરિતાપ જણાય...

વિક્રમ સંવત 2080નું વર્ષ ગત વર્ષની સરખામણીએ આપના માટે થોડું સારું રહેશે. જોકે વર્ષના પ્રારંભથી વર્ષની મધ્ય સુધી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને તકલીફ આપે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે સારો રહે. છેલ્લા ઘણા સમયથી આપ જે તકલીફો-દર્દ-પીડામાંથી પસાર થઈ રહ્યા હતાં તેમાંથી આપને ધીરે-ધીરે મુક્તિ મળી જાય. આપના કામ ઉકેલાતા જાય. તેમ છતાં ક્યારેક-ક્યારેક આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય... કન્યા રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વૃશ્ચિક (ન.ય.) : આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભમાં બીમારીથી સંભાળવું પડે

વિક્રમ સંવત 2080નું વર્ષ આપના માટે મધ્યમ રહે. ગુરૂ-રાહુનું પરિભ્રમણ મધ્યમ છે પરંતુ શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ છે. અઢી વર્ષની નાની પનોતી સોનાના પાયે પસાર થઈ રહી છે જે આપને ઉચાટ-ઉદ્વેગ રખાવ્યાં કરે. હૃદય-મન વ્યગ્રતા-બેચેનીમાં રહે. તેમ છતાં કેટલાક કાર્યોનો ઉકેલ આવતાં આપને રાહત જણાય... વૃશ્ચિક રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

ધન (ભ.ધ.ફ.ઢ.) : ગુરુની સાનુકૂળતા, રાહુની પ્રતિકૂળતાને કારણે ઉતાર ચઢાવનો અનુભવ થયા કરે

વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ આપના માટે મધ્યમ રહે. ગુરુની સાનુકૂળતા અને રાહુની પ્રતિકૂળતાને કારણે ઉતાર ચઢાવનો અનુભવ થયા કરે. નોકરી- ધંધામાં આપે ઉતાવળમાં કોઈપણ કાર્ય કરવું નહી વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપને કાર્યપૂર્તિમાં મુશ્કેલી અનુભવાતી જાય. રાહુની પ્રતિકૂળતાને લીધે બંધનયુક્ત પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો તેવો અહેસાસ થતો જાય... ધન રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

કુંભ (ગ.શ.સ.ષ) : અન્યનો સાથ-સહકાર મળી રહે, પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા દૂર થાય

વિક્રમ સંવત 2080નું વર્ષ આપના માટે સાનુકૂળ રહે. વર્ષના પ્રારંભે ગુરૂનું સાનુકૂળ પરિભ્રમણ રહે. આપના યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું કામકાજ થાય. દેશ-પરદેશનું કામ સરળતાથી થાય. શનિની સાડા સાત વર્ષની પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છાતી પરથી પસાર થઈ રહ્યો છે. તાંબાના પાયે શનિનું પરિભ્રમણ આપના માટે લાભદાયી રહેશે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની પ્રતિકૂળ ચાલ આપના માટે મુશ્કેલી ઉભી કરે. તેમ છતાં એકંદરે વર્ષ સારું પસાર થાય... કુંભ રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

મકર (ખ.જ.) : વર્ષ દરમ્યાન આપને સારી -નરસી પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને...

વિક્રમ સંવત ૨૦૮૦માં ગુરૂનું પરિભ્રમણ મિશ્ર રહે. શનિની સાડા સાત વર્ષની પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થઈ રહ્યો છે. જે નબળો છે. રાહુનું પરિભ્રમણ પણ મિશ્ર રહે.  આમ આ વર્ષ દરમ્યાન આપને સારી -નરસી પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને. વર્ષ દરમ્યાન સતત માનસિક પરિતાપ-વ્યગ્રતા, ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. શાંતિથી દિવસો પસાર કરી લેવા... મકર રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

મીન (દ.ચ.ઝ.થ.) : ચાંદીના પાયા પરનું શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેશે....

સંવત ૨૦૮૦ના વર્ષમાં ગુરૂનું પરિભ્રમણ પ્રારંભે મધ્યમ પછી સારું રહે છેે. શનિની સાડાસાત વર્ષની પનોતિનો પ્રથમ તબક્કો ચાંદીના પાયેથી પસાર થઇ રહ્યો છે. ચાંદીના પાયા પરનું શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેશે. રાહુ આપની પોતાની રાશિમાંથી પસાર થઇ રહ્યો છે તેથી માનસિક પરિતાપ-વ્યગ્રતા રખાવડાવે. તેમ છતાં એકંદરે વર્ષ આપના માટે સારું પૂરવાર થાય... મીન રાશિના જાતકો વાર્ષિક રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો.

Tags :