Get The App

સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારથી શરૂ થશે થઈ ગયું નક્કી

ભારતમાં આવતીકાલથી રમઝાન મહિનાની શરૂઆત થશે, આજે પહેલી તરાવીહ નક્કી!

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારથી શરૂ થશે થઈ ગયું નક્કી 1 - image


Ramdan 2024 | સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે હવે એ પણ નક્કી થઇ ગયું છે કે ભારતમાં આવતીકાલથી રમઝાન મહિનાની શરૂઆત થઇ શકે છે અને આજ રાતથી પહેલી તરાવીહની શરૂઆત પણ થઈ શકે છે. 

રમઝાન મહિનાનો છે ખાસ મહત્ત્વ 

રમઝાન મહિનો મુસ્લિમ કેલેન્ડરનો નવમો મહિનો છે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે. આ પવિત્ર મહિનામાં જ ઈસ્લામ ધર્મના ધાર્મિક પુસ્તક કુરાન શરીફનું અનાવરણ થયું હતું. સાઉદી અરબમાં હવે રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ જતાં ત્યાં આજથી પહેલો રોજો શરૂ થઇ ગયો છે. મજમાહ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ રમઝાનનો ચાંદ દેખાયાની પુષ્ટી પણ કરી હતી. 

ભારતમાં હવે કેવી સ્થિતિ રહેશે? 

હવે રમઝાન મહિનાની શરૂઆત ભારતમાં આવતીકાલ એટલે કે 12 માર્ચથી થશે અને તેનું સમાપન 9 એપ્રિલે થઇ શકે છે. એ પણ ચંદ્ર પર નિર્ભર રહેશે. આગામી 10 એપ્રિલ આજુબાજુ ઈદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી શકે છે. 



Google NewsGoogle News