આ વર્ષે રામનવમી પર બની રહ્યો છે 'મહાસંયોગ': કર્ક-તુલા સહિત આ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય
Image Twitter |
Ram Navami 2024: આ વખતે રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. તેમજ ચૈત્ર નવરાત્રી પણ આ દિવસે પૂર્ણ થશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક માનવામાં આવે છે. પરંતુ તેમા ખાસ વાત એ છે કે, આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રના કહેવા પ્રમાણે ભગવાન શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. આ સંયોગથી કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા બની રહેશે. આવો જાણીએ કે રામ નવમી 2024 ના શુભ સંયોગથી કઈ- કઈ રાશિઓને ફાયદો થશે.
રામ નવમી 2024નો શુભ સંયોગ
કર્ક લગ્નઃ-
રામ નવમી પર ચંદ્રમા કર્ક રાશિમાં રહેશે. રામજીનો જન્મ પણ કર્ક લગ્નમાં જ થયો હતો.
સૂર્યની શુભ સ્થિતિ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રામલલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં બિરાજમાન થઈ તેમની ઉચ્ચ રાશિમાં હતાં. અને આ વખતે પણ રામ નવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં થઈને બપોરના સમયે દશમા ભાવમાં રહેશે.
ગજકેસરી યોગ -
આ દિવસે ગજકેસરી યોગની અસર રહેશે. જે શ્રી રામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યોગ બને છે ત્યારે વ્યક્તિને ગજ એટલ કે હાથી જેવી શક્તિ અને સંપત્તિ મળે છે. આ વખતે રામ નવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ અને પુણ્યફળદાયી માનવામાં આવે છે. તેનો લાભ મેષ, કર્ક અને તુલા રાશિના જાતકોને મળવાનો છે.
રામ નવમી 2024 આ રાશિઓને લાભ આપશે
કર્ક રાશિ :-
રામ નવમીનો તહેવાર કર્ક રાશિના લોકો માટે સુખ-સમૃદ્ધિ લાવનારો સાબિત થશે. તમારા પર ભગવાન શ્રી રામના અપાર કૃપા રહેશે. નોકરીની ઘણી સારી તકો મળી રહેશે. વ્યાપાર- ધંધામાં દિવસ-રાત બમણી પ્રગતિ થશે. તમારા કામની નોંધ લેવાય તેમજ સમાજમાં માન-સમ્માન પ્રતિષ્ઠામાં વધારો થાય. આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તમારા લક્ષ્ય સુધી પહોચવામાં મદદ મળી રહેશે. આ સાથે આવકના નવા-નવા સ્ત્રોત ઊભા થતા રહે.
મેષ રાશિ :-
ભગવાન શ્રીરામની કૃપાથી મેષ રાશિના જાતકોને રામ નવમી પર તમામ ક્ષેત્રે સફળતા મળશે. નોકરી કરતાં લોકોને તેમના પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તેમજ તમારા પૂર્વજોની સંપત્તિનું સુખ પ્રાપ્ત કરી શકશો. પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે, જેથી તમારુ મન સદા પ્રસન્ન રહેશે.
તુલા રાશિ :-
રામ નવમીનું આ મહા પર્વ તમારી ખુશીઓનું પટારો ખુલી રહ્યો છે. વેપારમાં નવી-નવી તકો મળી રહે. નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો તેમા સફળતા મળે. કાર્યસ્થળ પર તમારા અધિકારીઓનો સાથ સહકાર મળી રહેશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. આ સાથે છેલ્લા ઘણા સમયથી અટકેલા તમામ કામ હવે પૂરા થશે. કાર કે જમીન ખરીદવાનું તમારુ સપનું પૂરું કરવામાં સફળતા મળી રહે.