Get The App

આજે ભગવાન રામનો જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવાશે, શક્તિ-સંચયના પર્વ ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
આજે ભગવાન રામનો જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવાશે, શક્તિ-સંચયના પર્વ ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ 1 - image


Ram Navami 2024: આજે રામનવમીના પાવન દિવસે ભગવાન રામનો જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવાશે રામના જન્મોત્સવનું વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે રામનવમીની ઉજવણી સાથે શક્તિ- સંચયના પર્વ ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિ થશે.

અનેક સ્થાનોએ રામધૂનનું પણ આયોજન

ભગવાન રામનો જન્મોત્સવ બપોરે 12.00 વાગ્યે મંદિરોમાં ઉજવાય છે અને ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ લક્ષ્મીનારાયણ હૃદય, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર, ચંડીપાઠ સહિતનાં વિવિધ સ્તોત્રનું પઠન પણ કરતાં હોય છે. અનેક સ્થાનોએ રામધૂનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. અનેક  મંદિરમાં વિશિષ્ટ શણગાર પણ કરવામાં આવતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ રામનવમીનું વ્રત કરતાં હોય છે. રામનવમીનું વ્રત કરવાથી વ્યક્તિનિશ્રદ્ધા- મેધા, ભક્તિ અને પવિત્રતામાં વૃદ્ધિ થાય છે. 

ભગવાન માટે વિશેષ ફૂલોને વસ્ત્રો તૌયાર કર્યા

રામ નવમીના પાવન દિવસે ઈસ્કોન મંદિર 27 વર્ષ પૂરા કરશે. આ મહોત્સવને અતિ વિશિષ્ટ બનાવવા ઈસ્કોન મંદિરના ભક્તોએ ભગવાન માટે વિશેષ ફૂલોને વસ્ત્રો તૌયાર કર્યા છે. દેશ-વિદેશથી ખાસ કરીને થાઈલેન્ડ, દિલ્હી, મુંબઈ લાવવામાં આવેલા મોગરા-તગર-ઝરમેરા-ઓર્ચિડ- સનફ્લાવર-કાને શન-બટન ફ્લાવરથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરાશે. 70થી વધુ ભક્તો દ્વારા 10 દિવસની અંદર ભગવાનના વસ્ત્રો તૈયાર કરાયા છે. 

જગન્નાથ મંદિરે આજે વિશિષ્ટ આયોજન 

ઈસ્કોનના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજીએ જણાવ્યું કે, ‘રામનવમીના દિવસે દર્શનાર્થીઓને અગવડના પડે તે માટે પૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. રામનવમીના સમગ્ર દિવસ દરમિયાન દર્શન કરી શકાશે.” બીજીતરફભાડજના હરેકૃષ્ણ મંદિર ખાતે સાંજે 6 થી ઉત્સવ શરૂ થશે. સાંજે 7 વાગ્યે રામતારયજ્ઞ જ્યારે રાત્રિના 8 કલાકે મહા આરતી થશે. પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ રામનવમી નીમિત્તે આજે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રામલલાને થશે સૂર્યકિરણોનું તિલક

આજે સાંઈ બાબાને પ્રાગટય દિન

અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે શિરડી સાંઈ બાબાના પ્રાગટય દિનની પણ ઉજવણી કરાશે. આ નિમિત્તે રામદેવનગર, ગાંધી રોડ, સોલા, ચંદ્રનગર-પાલડી સહિતના સાંઈ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. ગુજરાતથી અનેક ભક્તો આ નિમિત્તે સાંઈ બાબાના દર્શન માટે શિરડી પણ પહોંચ્યા છે.

આજે ભગવાન સ્વામિનારાયણની જયંતિ

ભગવાન સ્વામિનારાયણની આજે 243મી જયંતિ છે ત્યારે સ્વામિનારાયણ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરાયું છે. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે છપૈયા ખાતે સંવત 1837માં ચૈત્ર સુદ નોમના થયું હતું. આજે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનનો પ્રાગટ્યોત્સવ, મહાઅભિષેક, પાટોત્સવ સહિતનું આયોજન કરાશે.

આજે ભગવાન રામનો જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવાશે, શક્તિ-સંચયના પર્વ ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ 2 - image


Google NewsGoogle News