Get The App

વિશ્વના 16 થી વધુ દેશોમાં પૂજાય છે ભગવાન શ્રી રામ, જેમાંથી ઘણા મુસ્લિમ દેશોમાં પણ થાય છે પૂજા

સંશોધન સંસ્થાનો દાવો છે કે દરબંદ-એ-બેલુલા ખડકમાં મળેલા ભીતચિત્ર ભગવાન રામના છે

ઈરાકના સિલાઇમાનિયા વિસ્તારમાં બેનુલા બાયપાસ પાસે ખોદકામમાં ભગવાન રામ અને હનુમાનની દુર્લભ મૂર્તિઓ મળી આવી છે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
વિશ્વના 16 થી વધુ દેશોમાં પૂજાય છે ભગવાન શ્રી રામ, જેમાંથી ઘણા મુસ્લિમ દેશોમાં પણ થાય છે પૂજા 1 - image


Ram Mandir: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દિવસને યાદગાર બનાવવાની તૈયારીઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાલી રહી છે. ભગવાન રામ સર્વવ્યાપી છે. મોરેશિયસ, નેપાળ, ઈઝરાયેલ સહિત ઘણા મુસ્લિમ દેશોમાં પણ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ઘણા દેશોમાં એવા પુરાવા મળ્યા છે જે સાબિત કરે છે કે ભગવાન રામની ત્યાં હજારો વર્ષોથી પૂજા કરવામાં આવે છે. 

અયોધ્યા સંશોધન સંસ્થાએ કેટલીક તસવીરો પ્રકાશિત કરી

ઉત્તર પ્રદેશના સંસ્કૃતિ વિભાગની અયોધ્યા સંશોધન સંસ્થાએ તેની રામાયણ વિશ્વમહાકોષના એક વિભાગમાં ઈરાકમાંથી મળેલી કેટલીક મૂર્તિઓની તસવીરો પ્રકાશિત કરી છે. આ સંસ્થાનો દાવો છે કે દરબંદ-એ-બેલુલા ખડકમાં મળેલા ભીતચિત્રો ભગવાન રામના છે. ઇરાકના સિલાઇમાનિયા વિસ્તારમાં બૈનુલા બાયપાસ પાસે ખોદકામ દરમિયાન ભગવાન રામ અને હનુમાનની દુર્લભ મૂર્તિઓ પણ મળી આવી છે. ઇરાક સરકારે આ બાબતે ભારત સરકાર દ્વારા માંગવામાં આવેલી માહિતીના જવાબમાં પત્ર લખીને આ વાતની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં ઈરાક સરકારના પુરાતત્વ વિભાગનો દાવો છે કે આ મૂર્તિઓ લગભગ ચાર હજાર વર્ષ જૂની છે. 

ઇટાલીની એટ્રુસ્કન સંસ્કૃતિની રામાયણ 

ઈ. સ. પૂર્વે સાતમી સદીથી શરૂ થઈને ચોથી સદી સુધી, એટ્રુસ્કન સંસ્કૃતિ મધ્ય ઇટાલીના રોમથી ટસ્કની રાજ્યો અને પશ્ચિમમાં બાકીના રાજ્યો સુધી વિસ્તરતી હતી. આ સંસ્કૃતિ રામાયણ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. અહીં પ્રાચીન ઈટાલીના રાવન્ના વિસ્તારમાં રામ લક્ષ્મણ, સીતાજી જંગલમાં જતા, સીતાહરણ, લવકુશનું બાળપણ, હનુમાનજી સંજીવની લઈને આવતાની તસવીરો જોવા પણ મળે છે. અહીં કેટલીક કલાકૃતિઓ મળી આવી છે જેમાં સુવર્ણ હરણ, મારીચ અને સીતાહરણની કથા બિલકુલ સમાન છે. રાવણ દ્વારા કરાયેલું સીતાહરણ પણ  સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. તસ્વીરમાં આકાશમાં ઉડતા ઘોડાઓ સાથે જટાયુના પ્રસંગનો પણ ઉલ્લેખ છે. આ સંસ્કૃતિનું નામ રોમ હતું, જે રોમન સંસ્કૃતિ પહેલાની હતી. 

કમ્બોડિયામાં મળ્યા પુરાવા 

થાઈલેન્ડની સરહદને અડીને આવેલા અંગકોર વાટથી લગભગ 100 કિલોમીટર દૂર વૈણટેન છમાર સાતમી અને આઠમી સદીનું મહત્વનું સ્થળ છે. દક્ષિણ-પૂર્વ એશિયાની સંસ્કૃતિનું કેન્દ્ર આ સ્થળ હાલમાં જર્જરિત અવસ્થામાં છે. કંબોડિયાના ખમેરુ રાજ્યમાં પણ રામ, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ મળી આવી છે.

થાઇલેન્ડમાં પ્રસિદ્ધ છે રામલીલા

ચૌદમી સદીમાં, જ્યારે થાઈલેન્ડની પ્રાચીન રાજધાની અયુધ્યા પર બર્મા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેનો નાશ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ઘણા લોકો હાલના બેંગકોકમાં ભાગી ગયા અને એક નવું શહેર વસાવ્યું હતું. કેટલાક લોકો લાઓસના એક દૂરના સ્થળ લુઆંગ પ્રબાંગ પહોંચ્યા અને બૌદ્ધ સંસ્કૃતિની સાથે રમણ મંદિર બનાવ્યું હતું. હવે અહીં દરરોજ રામાયણનું મંચન થાય છે. તેમજ તાલપત્ર પર રામાયણ જોવા મળે છે.

હનુમાનજીનું ભવ્ય મદિર છે શ્રીલંકામાં 

શ્રીલંકાના રામાગોડા વિસ્તારના ઉપરના મધ્ય વિસ્તારમાં કેન્ડીમાં હનુમાનજીનું વિશાળ મંદિર છે. અહીં ચાના બગીચાની વચ્ચે તેમની 40 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા ભવ્ય સ્થાપિત કરવામાં આવી છે. તેમજ હનુમાન જયંતી પર અહીં મોટા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં આવ્યા ત્યારે અહીં આરામ કર્યો હતો. અશોક વાટિકા પણ અહીં નજીક છે. માતા સીતાના આંસુનું તળાવ પણ આ જગ્યાની નજીક છે.

નેપાળમાં રાજપૂત સ્થાપત્ય શૈલી ધરાવતું મંદિર 

આ ઉપરાંત નેપાળના જનકપુરીમાં પણ એક પ્રાચીન અને ઐતિહાસિક જાનકી મંદિર આવેલું છે. આ મંદિર હિંદુ - રાજપૂત વાસ્તુકલા પર આધારિત છે. આ મંદિર નેપાળમાં સૌથી મહત્વપૂર્ણ રાજપૂત સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે.

ઘણા મુસ્લિમ દેશોમાં પણ રામ નામના સ્થળો જોવા મળે છે 

- ઇઝરાયલમાં રામ લલ્લા અને રામાથિયલ નામના સ્થળ છે 

- ઈરાન, ઈરાક, સીરિયા અને લેબનાનમાં પુરુષોના નામ રામેશ પણ હોય છે 

- ઈરાકમાં રામાદી એ રામાદિયાહ નામના સ્થળ છે 

- રામીરેઝ સ્પેન અને લેટીન નામ છે

- રામી યહૂદી નામ પણ છે

- ઈજિપ્તના એક બહુ જૂના શાસકનું નામ - રામસેસ છે. તે સંસ્કૃત શબ્દ રામ ઇસુસ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે રામ એટલે કે ભગવાન.

વિશ્વના 16 થી વધુ દેશોમાં પૂજાય છે ભગવાન શ્રી રામ, જેમાંથી ઘણા મુસ્લિમ દેશોમાં પણ થાય છે પૂજા 2 - image


Google NewsGoogle News