Get The App

Raksha Bandhan 2022: જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત

Updated: Aug 9th, 2022


Google NewsGoogle News
Raksha Bandhan 2022: જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત 1 - image


-ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે 11 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે

અમદાવાદ, તા. 9 ઓગસ્ટ 2022, મંગળવાર

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે 11 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લાડકવાયા ભાઇને રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત તમને ખબર છે ?  

રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત

શ્રાવણ સુદ 15 ગુરુવાર તા. 11 ઓગસ્ટ 2022ના રોજ સવારે ૧૦:૪૦થી છે, ચંદ્ર મકર રાશિમાં છે જે ભદ્રા (વિષ્ટિ) પાતાળ લોકમાં વાસ હોય છે માટે પૃથ્વીલોક માટે બાધ્ય નથી, (સંદર્ભ ગ્રંથ : જાતક તત્વ ગ્રંથ), તા. 12 ઓગસ્ટ 2022ના શુક્રવાર પૂનમ સવારે ૭:૦૬ સુધી છે (ધર્મસિંધુ ગ્રંથ મુજબ ઉદયકાળના ત્રણ મુહૂર્ત સુધી પૂનમ ન હોય તો આગળના દિવસે ભદ્રાદોષ રહિત સમયમાં રક્ષા બંધન કરવી યોગ્ય છે) શુક્રવારે પૂનમ ૭:૦૬ સુધી છે અને એકમનો ક્ષય છે (નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ આગળના દિવસે રક્ષા બંધન કરવી યોગ્ય છે) ઉપરાંત તિથિ સૌખ્યમ ગ્રંથ, આરંભસિદ્ધિ ગ્રંથ મુજબ તિથિ, વાર, ભદ્રાની ગણના કરતા ગુરુવાર તા. ૧૧ ઓગસ્ટ 2022ના રોજ રક્ષા બંધન યોગ્ય જણાય છે વધુમાં પ્રાંતીય માર્ગદર્શન મુજબ  પણ રક્ષા બંધન કરવી.

Raksha Bandhan 2022: જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત 2 - image

રાખડી બાંધવાનો શુભ સમય 

તા.૧૧/૮/૨૦૨૨ ગુરુવાર

સવારે ૧૧:૧૦ થી ૧:૧૦

બપોરે ૨:૩૦ થી ૪

સાંજે ૫:૪૫ થી ૮:૩૦

ડો. હેમીલ પી લાઠીયા

જ્યોતિષાચાર્ય

આ પણ વાંચો:  Raksha Bandhan 2022: ભદ્રા વિષ્ટિ કરણ શું છે?



Google NewsGoogle News