રાહુ મહારાજ થઈ રહ્યાં છે ગોચર, આ રાશિઓને પડશે ભારે મુશ્કેલી; અમુક રાશિઓ પર રાહુ થશે મહેરબાન
Image: freePik
Rahu Gochar 2024: રાહુ ગ્રહને નવગ્રહમાં વિશેષ માનવામાં આવે છે. તે છાયા ગ્રહ કહેવાય છે. રાહુ લગભગ 18 મહિના સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં રાહુ મહારાજને એક જ રાશિમાં પાછા ફરવામાં ઘણા વર્ષો લાગે છે. 30 ઓક્ટોબર, 2023ના રોજ રાહુ ગ્રહ મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ્યો હતો અને 18 મે, 2025ના રોજ સાંજે 04:30 વાગ્યા સુધી મીન રાશિમાં રહેશે.
હાલમાં રાહુ ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મીન જળ તત્વની રાશિ છે. આ ગોચર દરમિયાન, વધુ મુસાફરી કરવાની તકો સર્જાય છે અને તમે નવી વસ્તુઓ અજમાવવા માટે ઉત્સુક હશો. તમામ જાતકોને પૈસા કમાવવાની ભરપૂર તક મળશે. રાહુના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની પણ જરૂર છે, તો કેટલીક રાશિના લોકોને બહોળો લાભ પણ મળશે. આવો જાણીએ કઈ-કઈ રાશિઓ પર રાહુ મહારાજ થશે મહેરબાન અને કઈ રાશિઓને થશે નુકશાન...
વૃષભ :
છાયા ગ્રહ રાહુ વૃષભ રાશિના જાતકોની કુંડળીના 11મા ભાવમાં વિરાજમાન છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ થવાની સંભાવના છે. વૃષભ રાશિના લોકોને અપાર સંપત્તિ-ધનલાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલી અને અટકી પડેલ તમારી ઘણી યોજનાઓ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. તમારા બિનજરૂરી ખર્ચાઓ પણ નિયંત્રણમાં રહેશે અને તમે બચત કરવામાં સફળ થઈ શકો છો. જો તમે વિદેશમાં કોઈની સાથે બિઝનેસ કરો છો તો ત્યાંથી પણ નફો મળવાની શક્યતા છે. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારા માટે આ સોદો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવું રોકાણ કરવું પણ ફાયદાકારક રહેશે. આ સાથે તમે કામ સંબંધિત પ્રવાસ પર પણ જઈ શકો છો. રાહુની ચાલ તમારા કરિયર માટે શુભ સાબિત થઈ શકે છે.
મિથુન :
મિથુન રાશિના જાતકો માટે રાહુનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિથુન રાશિના જાતકોની કુંડળીમાં રાહુ 9મા ભાવમાં રહેશે. કાર્ય સંબંધિત બાબતો માટે વિદેશ યાત્રા શક્ય બનશે. નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોના ખર્ચમાં સામાન્ય વધારો થશે પરંતુ ખર્ચ કાબૂમાં જ રહેશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે. એકંદરે રાહુનો પ્રભાવ મિથુન રાશિના લોકો પર વર્ષ 2025 સુધી સારો રહેવાનો છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
વૃશ્ચિક :
વૃશ્ચિક રાશિના લોકોની કુંડળીના પાંચમા ભાવમાં રાહુનું સ્થાન રહેશે. આ સ્થિતિમાં વૃશ્ચિક રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. શેર માર્કેટમાં રોકાણ કરીને તમને સારો નફો મળવાનો છે. આવકના નવા સ્ત્રોતો ખુલવાની પણ સંભાવના છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારું ધ્યાન હવે પહેલા કરતા વધુ કેન્દ્રિત થશે અને તમે બધા જ કામ ખૂબ જ સમજી વિચારીને કરશો.
કર્ક :
કર્ક રાશિના લોકોને રેવતી નક્ષત્રના પ્રથમ સ્થાનમાં રાહુ આવે ત્યારે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે તમારા જીવનમાં ઘણા નકારાત્મક ફેરફારો આવવાના સંકેતો મળી રહ્યાં છે. રાહુની આ સ્થિતિમાં વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારા જીવનમાં પડકારો અને અવરોધો વધી શકે છે. જીવનમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરો. આ સમયે તમારે વધુ મહેનત કરવી પડશે.
તુલા :
આ સમયે તુલા રાશિના લોકોના મનમાં ઘણા નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે. તમારે સંબંધીઓ અને મિત્રો તરફથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા કામમાં ભારે અડચણો આવી શકે છે. તુલા રાશિના લોકોના પ્રેમ જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. જીવનસાથી વચ્ચે ઝઘડા વધી શકે છે. તમારા સંબંધોમાં અંતર આવી શકે છે. રાહુના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે.
ધનુ :
રાહુ તમારી સુખ-સુવિધાઓમાં ઘટાડો કરી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આ સમયે તમારે કોઈપણ પ્રકારની બેદરકારીથી બચવું જોઈએ. તમારો ખર્ચ પણ ઘણો વધી શકે છે. ધનુ રાશિના લોકોના પરિવારમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે જેમાંથી બહાર નીકળવામાં તમને ઘણો સમય લાગશે. સંપત્તિ સંબંધિત વિવાદ થઈ શકે છે. મુસાફરી દરમિયાન તમારે વધારે તકેદારી રાખવી જરૂરી છે.