સાવધાન! રાહુ અને બુધની યુતિથી આ પાંચ રાશિના જાતકો પર પડશે નકારાત્મક અસર
Image Source: Freepik
Rahu-Budh Yuti 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર પોતાનું રાશિ પરિવર્તન કરતા રહે છે. ગ્રહોની ચાલમાં બદલાવ થવાથી પૃથ્વી પર રહેલી તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. 9 એપ્રિલના રોજ બુધ દેવ મીન રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. મીન રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. હવે મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ થઈ ગઈ છે. બંને ગ્રહોની યુતિ થવાથી કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે. તો ચાલો આ રાશિઓ વિશે વાસ્તારથી જાણીએ....
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે રાહુ અને બુધની યુતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે. પૈતૃક સંપત્તિથી ધનનું નુકસાન થશે. માનસિક તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. મન અસ્વસ્થ થઈ શકે છે. પરિણીત લોકોના સંબંધોમાં તિરાડ આવી શકે છે. તેથી પોતાની વાણી પર નિયંત્રણ રાખવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ સારી નહીં રહેશે. આ સમયે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા ન મળી શકશે. તેમને હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે. પિતા સાથેના સંબંધો બગડી શકે છે. જેના કારણે મન પરેશાન રહેશે. તમારા મનને શાંત રાખો.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે રાહુ અને બુધની યુતિ અશુભ સાબિત થઈ શકે છે. કરિયર સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. જે લોકો રાજકારણના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે તેમની ઈચ્છાઓ હાલમાં પૂરી નહીં થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ધ્યાન રાખવું.
મકર રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મકર રાશિના જાતકો માટે આ યુતિ યોગ્ય નહીં રહેશે. આ દરમિયાન નોકરી કરનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમને સિનિયરનો ઠપકો મળી શકે છે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં પણ નુકસાન થઈ શકે છે. તમારી વાણીથી સિનિયરને ખરાબ લાગી શકે છે. તેથી તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે રાહુ અને બુધની યુતિ ઘણી રીતે અશુભ રહેશે. આ સમયગાળા દરમિયાન વ્યવસાયિકોને તેમના કાર્યસ્થળ પર નુકસાન થઈ શકે છે. કોઈ મોટી ડીલ હાથમાંથી જઈ શકે છે. જેના કારણે તમે તમારા નસીબને દોષ આપી શકો છો. પરંતુ તમે સખત મહેનત કરતા રહો, ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.