શનિવારે પુષ્ય નક્ષત્ર : લોન આપવા કે લેવા માટે ઉચિત દિવસ નહીં, સોનું-મિલકત ખરીદી માટે ઉત્તમ

સોનું, મિલકતની ખરીદી માટે ઉત્તમ, લોન આપવા કે લેવા માટે ઉચિત દિવસ નહીં : જ્યોતિષી

શનિ ગ્રહની વિપરિત અસર, નાની-મોટી પનોતી હોય તો શનિ જાપ કરવા જોઇએ : જ્યોતિષી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
શનિવારે પુષ્ય નક્ષત્ર : લોન આપવા કે લેવા માટે ઉચિત દિવસ નહીં, સોનું-મિલકત ખરીદી માટે ઉત્તમ 1 - image

તા. 1 નવેમ્બર 2023, બુધવાર 

Diwali 2023 - Pushya Nakshatra : આગામી 4 નવેમ્બરના શનિવારના રોજ સવારે 7:57થી પુષ્ય નક્ષત્ર શરૂ થશે. જે શનિનું નક્ષત્ર છે અને શનિવારના રોજ હોવાથી 'શનિ પુષ્ય નક્ષત્ર યોગ' તરીકે પણ એક આગવું મહત્ત્વ ધરાવતું હોવાનો જ્યોતિષીઓનો મત છે.

મિલકતમાં રોકાણ કરવા માટે આ દિવસ મહત્ત્વનો ગણવામાં આવે છે

તંત્ર સાહિત્ય અને તંત્ર વિદ્વાનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ પણ લાંબા ગાળાની સ્થિરતા માટે પુષ્ય નક્ષત્રનો આ દિવસ ઉત્તમ ગણાય છે. પરંતુ કોઈને લોન આપવા કે લોન લેવા માટે આ દિવસ ઉચિત ગણાતો નથી. આ ઉપરાંત જેઓ કોઈ સાધના કરવા ઈચ્છતા હોય કે સોના, યંત્ર, દાગીના, જેવી વસ્તુ લેવા માંગતા હોય તો ઉત્તમ ફળ અને તે વસ્તુ અંગેની સ્થિરતા આપે છે. કોઈ મિલકત રોકાણ કરવા માટે આ દિવસને મહત્ત્વનો ગણાય છે. કેમકે, કદાચ તે લાંબા ગાળાનું રોકાણ બની શકે છે અને માટે યોગ્ય આયોજન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થતી હોય છે.

શનિ પુષ્ય નક્ષત્ર

- બપોરના 12:25 થી 4:30 સુધી

- સાંજના 6:04 થી 7:35 સુધી

- રાતના 9:15 થી 12:20 સુધી

મોટી પનોતી-દશા તો આ દિવસે શિવ પૂજન અને શનિ જાપ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો ઘણી રાહત થાય છે. આ ઉપરાંત જો નાણાકીય અભાવ રહેતો હોય તો શનિ પુષ્ય નક્ષત્ર દિવસ સૂર્યાસ્ત સમયે મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય ત્યાં જઈ તેલનો ઉભી વાટનો એક કોડિયામાં રાખી પોતાનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે તેમ રાખી દિપ પ્રગટાવવાથી અને એક નંગ સિંગ કે સાકાર પ્રસાદ તરીકે મુકવાથી ધીરેધીરે નાણાકીય તંગીમાં રાહત થવાની કૃપા થવા લાગે છે. આ સિવાય જો રાત્રિના સમયે આ શનિ પુષ્ય નક્ષત્રનો યોગ ચાલતો હોય તે દરમિયાન શનિના કોઈપણ જાપ ઉત્તમ ફળ આપે છે તેમ જ્યોતિષીઓનું માનવું છે.



Google NewsGoogle News