હનુમાનજીના શક્તિશાળી મંત્ર, ભક્તોને મળે છે સંકટમાંથી મુક્તિ, જાણો પૂજા-વિધિ
કળિયુગમાં હનુમાનજીને શીઘ્ર પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે
મંગળવારે મંત્રોચ્ચાર કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
Powerful Mantras of Hanumanji : હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે, અને હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી છે. હનુમાનજી બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ તેમની પૂજા કરવાથી સાહસ અને શક્તિ મળે છે. હનુમાનજીના કેટલાક ખાસ મંત્ર છે જેનો જાપ કરવાથી સરળતાથી પ્રસન્ન થાય છે.
હનુમાનજી આળસુ અને બેદરકાર લોકો પર પ્રસન્ન નથી થતા
કળિયુગમાં હનુમાનજીને શીઘ્ર પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવાર અને શનિવાર અઠવાડિયાના શ્રેષ્ઠ દિવસ છે. આ મંત્રને ધ્યાનથી કરવાથી હનુમાનજીની કૃપા થાય છે. તેઓ આળસુ અને બેદરકાર લોકો પર પ્રસન્ન નથી. આપેલા મંત્રનો મંગળવારે જાપ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
હનુમાનજીની પૂજા વિધિ
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં પૂજા કરી તેમને ભોગ લગાવવો જોઈએ. અથવા ઘરમાં હનુમાનજીના ફોટાને લાલ કપડા પર રાખી પૂજા કરવી જોઈએ. પૂજામાં ચંદન, સિંદૂર, અક્ષત, કરેણ કે ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ. નૈવેદ્યમાં માલપુઆ, બેસનના લાડુ વગેરે અર્પણ કરો. ત્યાર ભગવાન હનુમાનજીની આરતી કરીને સંકલ્પ કરો, અને તમારી સમસ્યા મુજબ મંત્રનો જાપ કરો.
હનુમાનજીની પૂજા દરમિયાન આટલું કરો
1. પૂર્વાભિમુખ કરીને જપ કરવા બેસવું જોઈએ, જપ કરવા માટે રુદ્રાક્ષની માળા, બ્રહ્મચર્ય અને લાલ વસ્ત્રનો આસન તરીકે ઉપયોગ કરો.
2. તમારાથી બને તેટલીવાર જાપ કરો અને ઉપલબ્ધ સાધનોથી 1 માળાનો હવન કરો, મંત્ર સિદ્ધ થશે.
3. આ પછી દરરોજ 1 માળાનો જાપ કરો, એટલું યાદ રહે કે એકવાર શરુ કર્યા પછી આ ક્રમ વચ્ચે રોકવો જોઈએ નહીં.
શ્રી હનુમાનના મંત્ર
1. ॐ श्री हनुमते नमः॥
( વાદ-વિવાદ તેમજ કોર્ટ વગેરેમાં વિજય મેળવવા માટે હનુમાનજીના આ મંત્રનો જાપ કરવો જોઈએ.)
2. ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्॥
3. मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम्। वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शरणम् प्रपद्ये॥
4. ॐ हं हनुमते रुद्रात्मकायं हुं फट्।
(જો શત્રુનો વધારે ભય રહેતો હોય, જાન-માલનો ભય હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ.)
5. ॐ हं पवननन्दनाय स्वाहा।
(જો દરરોજ આ મંત્રનો જાપ કરવામાં આવે તો હનુમાનજીના દર્શન સુલભ છે.)
6. ॐ नमो हरि मर्कट मर्कटाय स्वाहा।
(શત્રુ બળવાન હોય ત્યારે આ મંત્ર ચોક્કસ રીતે લાભ આપે છે.)
7. ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा।
(આ મંત્રનો જાપ કરવાથી અસાધ્ય રોગોમાં લાભદાયક નીવડે છે.)
8. ॐ नमो भगवते हनुमते नम:।
(સર્વ સુખ અને શાંતિ માટે આ મંત્રનો જાપ કરો.)
9. हनुमान चालीसा का पाठ
(ગમે તેવા કઠિન કાર્યોમાં સફળતા મેળવવા, ઈચ્છા પૂર્તિ અને ધનની પ્રાપ્તિ માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.)