આર્થિક સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છો, આ ચમત્કારી છોડ તમને સહાયક નીવડશે
આ છોડ વ્યક્તિને આર્થિક દ્દષ્ટીએ ખૂબ લાભદાયી છે, ધનને લગતી સમસ્યા કાયમ માટે થઈ જશે દુર
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટમાં પૈસા આકર્ષવાની કુદરતી તાકાત હોય છે
Image Socoal Media |
તા. 11 જૂન 2023, રવિવાર
દેશમાં ઘણા લોકો ગાર્ડનિંગના શોખિન હોય છે, જે લોકોને બાગ-બગીચાનો શોખ હોય છે અને ઘરમાં વિવિધ પ્રકારના છોડ ઉગાડતા હોય છે. વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા, પરંતુ તે ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે-સાથે અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવા સહાયક થાય છે. તમે ઘણા લોકોને પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવેલા જોયા હશે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટમાં પૈસા આકર્ષવાની કુદરતી તાકાત હોય છે, પરંતુ આપણે ત્યા મની પ્લાન્ટ સિવાય એક અન્ય છોડ પણ છે, જે રુપિયાને આકર્ષીને તમને માલામાલ કરી શકે છે. તો આવો જાણીએ કયો છે આ છોડ.
કુબેરના છોડની વિશેષતા
કુબેર વિશે પૌરણિક કથા પ્રમાણે એકવાર કુબેર દેવતાને જીતવા માટે ભગવાન ભોલેનાથને ફ્રાસુલા ઓવાટાનો છોડ આપ્યો હતો. ધાર્મિક માન્યતા પ્રમાણે કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવે જ્યારે આ છોડ આપવામાં આવ્યો ત્યારથી આ છોડનું નામ કુબેર રાખવામાં આવ્યુ છે.
કુબેરના છોડનુ મહત્વ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જે ઘરમાં કુબેરનો છોડ હોય છે, ત્યા ફેલાયેલી અનેક સમસ્યાઓમાથી છુટકારો મળી જાય છે. અને કુબેરનો છોડ હંમેશા પુર્વ દિશામાં લગાવવો જોઈએ. આ છોડને ભગવાન શિવ અને કુબેર દેવતા પ્રસન્ન થાય છે. અને જેથી બન્નેના આશિર્વાદ તે ઘરમાં હંમેશા બની રહે છે.
ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તેમજ સતત માનસિક અશાંતિ રહેતી હોય તો આ છોડ મહત્વનો ગણાય છે.
જો તમારા ઘરમાં નેગેટીવ ઉર્જા રહેલી હોય તો વારંવાર ઘરમાં ઝઘડા થતા હોય તો તેમજ સતત માનસિક અશાંતિ રહેતી હોય તો આ છોડ ઘરમાં લાવી ઉગાડવો જોઈએ. જેનાથી દરેક સમસ્યાઓથી છુટકારો મળી જશે. આ છોડ પોઝીટીવ ઉર્જાને ઘરમાં પ્રવેશ આપે છે. સુખશાંતિ આપે છે