બુધવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ: આ તારીખ સુધી નહીં થાય કોઈ શુભ કાર્ય, જુઓ તિથી પ્રમાણે વિગતવાર માહિતી
Pitru Paksha 2024: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી પિતૃપક્ષ શરૂ થાય છે. જેમાં પિતૃપક્ષના 15 થી 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે.
શ્રાદ્ધપક્ષ દરમિયાન કોઇ પ્રકારના શુભકાર્ય થતા નથી
પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જે મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે. તેને પિતૃદેવના આશીર્વાદ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે. આગામી 2 ઓક્ટોબર-બુધવાર સુધી મહાલયા-શ્રાદ્ધપક્ષ છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કોઇ પ્રકારના શુભકાર્ય થઇ શકતા નથી. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની વિગતવાર માહિતી આ મુજબ છે.