પિતૃ પક્ષમાં આ સ્વરૂપોમાં આવે છે પૂર્વજો, 15 દિવસો સુધી ન કરશો તેમનું અપમાન
Pitru paksha 2024 : આગામી 17 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષની શરુઆત થઈ રહી છેઅને આ દરમિયાન પૂર્વજોના નામ પર તેમને યાદ કરીને ધાર્મિક વિધિઓ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે. અને એવું કહેવાય છે કે, પિતૃ પક્ષમાં પૂર્વજોનો સંબંધ પણ પ્રકૃતિ સાથે હોય છે.
પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો માણસોથી લઈને પક્ષીઓ સુધીના કોઈ પણ સ્વરુપમાં ઘરે આવી શકે છે. પરંતુ આપણે તેમને ઓળખી શકતાં નથી. આવો આજે આપણે એ જાણીએ કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો તમારા ઘરમાં કયા સ્વરૂપે આવી શકે છે.
આ પણ વાંચો : Shani Gochar 2024:શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને કરવો પડશે સમસ્યાઓનો સામનો
ગરીબ અથવા જરુરીયાતમંદ
શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ મહેમાન, ગરીબ કે અસહાય વ્યક્તિ તમારા ઘરે આવે તો તેમનો ક્યારેય અનાદર ન કરવો અને ન તો તેને ક્યારે ખાલી હાથે જવા દેવો જોઈએ. શક્ય બને તો તેના માટે ચા, નાસ્તો અથવા તો ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ.
પ્રાણીઓના સ્વરુપે (ગાય અથવા કુતરાં)
શ્રાદ્ધપક્ષમાં ગાય કે કૂતરું દરવાજા પર આવે તો તે અતિ શુભ માનવામાં આવે છે. જો તેઓ રસ્તામાં દેખાય તો બની શકે તો તેને દુધ પીવડાવવું જોઈએ અથવા ખાવાનું આપવું જોઈએ. પરંતુ ક્યારેય મારવું જોઈએ નહીં.
કાગડાના સ્વરુપે
શ્રાદ્ધપક્ષ દરમિયાન તમારા ઘરે આવતાં કાગડાને ક્યારેય ભગાડશો નહીં. પરંતુ તે કાગડાને ભોજન આપવું જોઈએ. આવુ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂર્વજો શ્રાદ્ધ પક્ષ દરમિયાન 15 દિવસ સુધી કાગડાઓના સ્વરુપે ભોજન લેતા હોય છે. તેનાથી તેઓ તૃપ્ત તો થાય છે, પરંતુ સાથે સાથે તેમના પરિવારના સભ્યોને સુખી જીવન માટે આશીર્વાદ પણ આપે છે.