મીન : પરિવાર તરફથી તમને પૂરતો સાથ-સહકાર મળશે
- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
ક્રાંતિવૃતના ૩૩૦થી ૩૬૦ અંશ સુધીના ભાગમાં પાઇસીસ એટલે કે મીન રાશિ આવેની છે. પૂર્વ ભાદ્રાપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી આ ત્રણ નક્ષત્રો આ રાશિમાં સમાવિષ્ટ થાય છે. આ રાશિનું ચિહ્ન મત્સ્યનું યુગ્મ છે. જળ તત્વની દ્વિ-સ્વભાવવાળી આ ી અને બ્રાહ્મણ વર્ણની રાશિ છે. આ રાશિના જાતકો સૌમ્ય સ્વભાવના હોય છે. તેઓ કફ પ્રકૃતિ ધરાવે છે. સંવેદનશીલ સ્વભાવ. સુધારાવાદી અને માનવતાવાદી. સ્વભાવે દયાળુ, માયાળુ અને પરોપકારી હોય છે. આ જાતકો હંમેશા સારા સલાહકાર હોય છે. ક્યારેક વણમાગી સલાહ આપવી તે આ જાતકોનું એક લક્ષણ છે. તેમનું વાંકચતુર્ય સારું હોય છે. ઉદાર દિલના ધર્મમાં માનવાવાળા હોય છે. તેમની ભાષા ઘણી વાર ઉપદેશાત્મક બની જતી હોય છે. કોઈપણ કાર્યમાં અન્યોને સાથે રાખવા અને સહાનુભૂતિ મેળવવી તેવા પ્રયત્નો કરવા - તે આ જાતકોની પ્રકૃતિ છે. હોશિયાર, ડાહ્યા અને સમજુ હોવા છતાં નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. હંમેશા બીજાના સહકારથી જ વધારે સારું કાર્ય કરી શકે છે. એકલા હાથે નિર્ણય લેવો તેમજ એકલા હાથે કાર્ય કરવું આ વ્યક્તિઓના સ્વભાવમાં હોતું નથી. આરંભે શૂરા હોય છે. ધાર્યા પ્રમાણે સાથ સહકાર અને કામમાં સફળતા ન મળે તો આ જાતકો હતાશ થઈ જાય છે. અસંતોષ અને અસહિષ્ણુતા તેમની નબળાઈ છે. તેથી તેઓ જલ્દીથી નાસીપાસ થઈ જાય છે.
- આલિયા ભટ્ટ - 15 માર્ચ
- આમિર ખાન - 14 માર્ચ
શરીર - મન - સ્વાસ્થ્ય
મીન રાશિના જાતકોનો શનિની સાડા સાતનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ૨૦૨૫ દરમિયાન મીન રાશિમાં શનિ મહારાજ માર્ચ ૨૦૨૫થી ભ્રમણ ચાલુ કરશે. શનિના આ ભ્રમણના આધારે મીન રાશિના જાતકોને પોતાના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવા પડે. વ્યસનનો અધિપતિ જ્યારે દેહભુવનમાંથી પસાર થતો હોય ત્યારે શારીરિક પીડા આપવાના યોગ ઊભા કરે છે. માટે મીન રાશિના જાતકોને ૨૦૨૫ દરમિયાન શરીરમાં કોઈ પણ જાતની તકલીફનો અહેસાસ થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવી હિતાવહ છે. શારીરિક સુખાકારી ન હોય ત્યારે માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. આ બહુ સ્વાભાવિક બાબત છે.
મારુ ઘર મારો પરિવાર
પારિવારિક બાબતોની વાત કરીએ તો કુટુંબનો સહકાર અને સપોર્ટ સારા રહેશે. છતાં નાના ભાઈ-બહેનો સાથે ઘર્ષણ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. પરિવારમાં બોલીને બગાડવું નહીં. મીઠી ભાષામાં વાત કરવાથી પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. પતિ-પત્નીએ એકબીજા સાથે મીઠી ભાષામાં, સમજદારીપૂર્વક વર્તન કરવું. જો આમ નહીં થાય તો પારિવારિક સ્થિરતામાં બાધા આવશે.
પ્રેમ - લગ્ન - સંતતિ
મીન રાશિના જાતકોએ લગ્નની બાબતમાં સંઘર્ષનો સામનો કરવો પડે. તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવ્યા વિના છૂટકો નથી. પ્રેમલગ્ન કરવા ઈચ્છનાર આ રાશિના જાતકોને પરિવારનો સહકાર મેળવવામાં રાહ જોવી પડશે તેમજ સંઘર્ષ કરવો પડશે. સંતાનની વાત કરીએ તો આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિના પછીનો સમય સંતાનપ્રાપ્તિ માટે પ્રબળ પુરવાર થાય છે. બારમે રાહુ ક્યાંક ને ક્યાંક વધારે ખર્ચ કરાવે.
ભણતર અને ગણતર
મીન રાશિના વિદ્યાર્થીઓને બારમો રાહુ ગુંચવાડા કરાવશે. મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછું મળશે. જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય તેમના માટે સફળતાના યોગ વધારે સારા બને છે. અભ્યાસમાં ઘણાં વર્ષોથી રુચિ ઓછી રહેતી હોવા છતાં મીન રાશિના જાતકો જો ૨૦૨૫ દરમિયાન અભ્યાસમાં વિશેષ રુચિ જાગૃત કરે ને પૂરતી મહેનત કરે તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ગુરુ મહારાજના ભ્રમણ દ્વારા આ પ્રકારનું ફળકથન ચોક્કસપણે કરી શકાય છે.
નોકરી - ધંધો - કરીઅર
મીન રાશિના જાતકોની કરીઅરની વાત કરીએ તો નોકરિયાતોએ આ વર્ષે વધારે મહેનત કરવી પડશે. કમિશન-દલાલી સાથે સંકળાયેલા મીન રાશિના જાતકો જો આ જ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરશે તો ૨૦૨૫ દરમિયાન મહેનતના પ્રમાણમાં કમિશન ઓછું મળે, તેમ બને. જે કમાણી થાય તેમાં સંતોષ માનવાનો રહેશે. ધંધા સાથે સંકળાયેલા મીન રાશિના જાતકોને વધારે ખર્ચ કરવો પડશે, નુકસાનીનો દાવો કરવો પડશે અને પ્રમાણમાં વધારે મહેનત કરવી પડશે.
પૈસા યે પૈસા
આથક બાબતની વાત કરીએ તો મીન રાશિના જાતકોને ખર્ચ પર કંટ્રોલ કરવો પડશે. મહેનતના પ્રમાણમાં આથક ફાયદા ઓછા મળે તેવું બને. ઉઘરાણી બાકી હોય તો તે જલ્દી પરત ન આવે એવુંય બને. ઉછીના આપેલા નાણાં પરત મેળવવામાં ખૂબ તકલીફ પડે અથવા નાણાં સાવ ભૂલી જવા પડે તેવંુય બને. આથક બાબતોની વાત કરીએ તો મીન રાશિવાળા જાતકોએ સમજી-વિચારીને કાર્ય કરવું જોઈએ. પૂરતા પ્રમાણમાં અને મહેનતના પ્રમાણમાં ઓછું મળતર મળે તો બાંધછોડ અને સમજૂતી કરવી પડે.
વાહન અને જમીન
રોટી, કપડાં અને મકાન એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો છે. પોતાનું મકાન બનાવવા ઈચ્છનાર મીન રાશિના જાતકો માટે ૨૦૨૫ દરમિયાન યોગ સારા બને છે. કર્ક રાશિમાં ભ્રમણ કરતા ગુરુ મહારાજને કારણે મકાન અને વાહનના ખરીદીના યોગો શુભ બને છે. રાશિના અધિપતિ ગ્રહ ગુરુ મકાન અને વાહનના સ્થાન ચોથા પરથી પસાર થતા હોવાથી ૨૦૨૫ દરમિયાન ગુરુનું ભ્રમણ શુભ સાબિત થાય. મિથુન કે કર્ક રાશિના ગુરુ મહારાજ વાહન અને મકાનનું સુખ આપે.
નારી તું નારાયણી
મીન રાશિની બહેનોમાં હંમેશા ડહાપણનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોય છે. તેમાં ય ગુરુ મહારાજ ચોથા અને પાંચમા સ્થાનમાંથી પસાર થતા હોય ત્યારે સમજદારીમાં વિશેષ વૃદ્ધિ થાય. આ રાશિની મહિલાઓને શારીરિક કષ્ટ ભોગવવાના સંજોગો ઊભા થાય છે. તેથી જરા પણ શારીરિક અસ્વસ્થતા જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી. મીન રાશિની જે મહિલાઓ સંતાન માટે ઈચ્છુક હશે તેમના માટે ૨૦૨૫નું વર્ષ ગુડ ન્યુઝ લાવશે. નોકરીમાં પ્રમોશન કે પ્રગતિ ઈચ્છનાર મીન રાશિને બહેનો ઘણા વખતથી પ્રયત્ન કરતી હોવા છતાં શુભ ફળ પ્રાપ્ત ન થયું હોય તો એમના માટે સારા સમાચાર એ છે કે ૨૦૨૫માં એમને ધારી સફળતા મળે તેવા યોગ છે
વિશેષ ઉપાય
૧૧મા સ્થાનનો અને વ્યય સ્થાનનો અધિપતિ ગ્રહ શનિ દેહ ભુવનમાંથી પસાર થાય છે માટે બિનજરૂરી ખર્ચ કરવાના યોગ ઊભા થાય. શારીરિક પીડા ઓછી ભોગવવી પડે તે માટે મહામૃત્યુંજય મંત્રની વિધિસર આરાધના અને ઉપાસના કરવી. તેથી વિશેષ શુભ ફળની પ્રાપ્તિ થશે. બારમે રાહુ બંધન યોગ કરે છે. મીન રાશિના જાતકોએ ૨૦૨૫ દરમિયાન લઘુ રુદ્ર યજ્ઞા હોમાત્મક કે પાઠાત્મક કરવા જોઈએ. જો આમ થશે તો સુડીનો ઘા સોયથી જશે.