આ રાશિના જાતકો થઈ જાવ સાવધાન, 15 દિવસ સુધી રહેશે ગ્રહણની નકારાત્મક અસર
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર
વર્ષ 2023માં લાગેલા 4 ગ્રહણમાં માત્ર અંતિમ ચંદ્ર ગ્રહણ જ દેખાયુ. આ કારણે તેનો સૂતકકાળ પણ માન્ય રહ્યો અને હવે આગામી 15 દિવસ સુધી તેની અસર પણ જીવન પર રહેશે. 28 ઓક્ટોબર 2023એ લાગેલા અંતિમ ચંદ્ર ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર થઈ છે. જે રાશિઓ માટે આ ચંદ્ર ગ્રહણ શુભ રહ્યુ છે, તેમને આગામી 15 દિવસ સુધી ચાંદી રહેશે અને જે લોકો માટે ચંદ્ર ગ્રહણ નકારાત્મક ફળ આપનારુ રહ્યુ છે તેમને 15 નવેમ્બર 2023 સુધી ખૂબ સાચવીને રહેવુ પડશે.
15 નવેમ્બર સુધી સાવધાન રહે આ રાશિના લોકો
મિથુન
મિથુન રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણનો પ્રભાવ શુભ કહી શકાય તેમ નથી. 15 નવેમ્બર સુધી રોકાણ સમજી-વિચારીને કરવુ. શક્ય હોય તો રોકાણ ટાળવાનો પ્રયત્ન કરો. સંબંધમાં અસંતોષની ભાવના રહેશે. વ્યાપારિક મામલે સતર્કતા રાખવી. કોઈ પણ કાર્ય અધૂરુ ન છોડો. તમે પાર્ટનર પર શંકા કરી શકો છો. થાક અને બેચેની રહી શકે છે. યાત્રા દરમિયાન ઉતાવળ ના કરો. કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે તેને વાંચી લેવો.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે આગામી 15 દિવસ અમુક સમસ્યાઓ આપી શકે છે. સારુ એ રહેશે કે મહેનતમાં ઘટાડો ન થવા દો. ત્યારે જ આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકશે. રોકાણથી નુકસાન થઈ શકે છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખો. કાર્યક્ષેત્રમાં તમારે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. મિત્રોની વચ્ચે કોઈ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખો. માતાના આરોગ્યનું ધ્યાન રાખો.
વૃશ્ચિક
નવેમ્બરના આગામી 2 અઠવાડિયા આર્થિક નુકસાન કરાવી શકે છે. તમને રૂપિયા મળશે પરંતુ તેના કરતા ખર્ચ વધુ થશે. નોકરીમાં સ્થળાંતરની સ્થિતિ બની રહી છે. ઉચ્ચાધિકારીઓથી સામંજસ્ય જાળવી રાખો નહીંતર તમારો તેમની સાથે કંકાશ થઈ શકે છે. તમારુ પ્રદર્શન પણ ખાસ સારુ રહેશે નહીં. તમારામાં શક્તિ અને બૌદ્ધિકતાની ઉણપ જોવા મળી શકે છે. વિવાહિત જાતક પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે નહીંતર મામલો બગડી શકે છે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે આગામી 15 દિવસ એટલે કે બે સપ્તાહ સામાન્યરીતે ફળદાયક રહેશે નહીં. તમે પોતાનું અંતર્મુખી સ્વભાવ છોડી દો તો જ સારુ છે. સાથે જ મન ખોલીને પોતાની વાત મૂકો નહીંતર સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. રૂપિયાની અછત રહી શકે છે. જોકે આ દરમિયાન તમારુ કાર્ય સારૂ રહેશે અને તમે પોતાના પ્રતિસ્પર્ધીઓની બોલતી બંધ કરી શકશો પરંતુ કોઈની સાથે લડત પણ થઈ શકે છે. પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખો. ભાગીદારીમાં કામ ન કરો. તમને પેટ સંબંધિત પરેશાની થઈ શકે છે.