Makar Sankranti 2024: મકર સંક્રાંતિના દિવસે આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન, ઘરમાં જળવાઈ રહેશે સુખ-સમૃદ્ધિ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
Makar Sankranti 2024: મકર સંક્રાંતિના દિવસે આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન, ઘરમાં જળવાઈ રહેશે સુખ-સમૃદ્ધિ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર

હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વનું ખૂબ મહત્વ છે. મકર સંક્રાંતિ વર્ષનો પહેલો તહેવાર હોય છે. જે દિવસે ગ્રહોના દેવતા સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે શિયાળુ સંક્રાંતિની સાથે મહિનાના અંત અને લાંબા દિવસની શરૂઆત થવાનો સંકેત મળવા લાગે છે. મકર સંક્રાંતિનો દિવસ સૂર્ય દેવને સમર્પિત હોય છે તેથી આ દિવસે સૂર્ય દેવની પૂજા અને વ્રતનું વિધાન છે. હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિ પર્વ 15 જાન્યુઆરી 2024એ મનાવવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસે દાન-પુણ્યનું ખૂબ મહત્વ છે. આ દિવસે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે.

મકર સંક્રાંતિના દિવસે આ વાતોનું રાખો ખાસ ધ્યાન 

1. મકર સંક્રાંતિના દિવસે તમારે ડુંગળી, લસણ અને તામસિક ભોજન ખાવાથી બચવુ જોઈએ.

2. મકર સંક્રાંતિના દિવસે તમારે સાત્વિક ભોજન બનાવીને જ ગ્રહણ કરવુ જોઈએ.

3. મકર સંક્રાંતિના દિવસે તમારે ક્યારેય પણ વડીલો અને ગરીબોનું અપમાન કરવુ જોઈએ નહીં. તેનાથી તમે પાપના ભાગી બનો છો.

4. મકર સંક્રાંતિના દિવસે તમારે કોઈની નિંદા કે કોઈ નેગેટિવ વાત બોલવાથી બચવુ જોઈએ.

5. મકર સંક્રાંતિના દિવસે તમારે ચોખા, દાળ, ગોળ, દ્રાક્ષ, સૂકા મેવા અને દૂધથી બનેલા મીઠા ભાતને જરૂર બનાવવા જોઈએ. 

6. મકર સંક્રાંતિના દિવસે તમે કોઈ ધાર્મિક સ્થળ પર જઈને ભગવાનના આશીર્વાદ લો અને ત્યાં સમય પસાર કરો.

7. મકર સંક્રાંતિના દિવસે તમારે મીઠા કોળાનું સેવન જરૂર કરવુ જોઈએ.

આ મંત્રોથી ભગવાન સૂર્ય પ્રસન્ન થશે

ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:

ॐ ह्रीं ह्रीं सूर्याय नमः 

ॐ सूर्याय नम:

ॐ घृणि सूर्याय नम: 

ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा

ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:

ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ 


Google NewsGoogle News